
હાલમાં રાજકોટમાથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે અહીં શુક્રવારે રાત્રે એક મહિલાએ તેના પ્રેમી પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવકના શરીરનો 80 ટકા ભાગ દાઝી ગયો છે.
જેના કારણે તેની હાલત નાજુક છે. તે જ સમયે ઘટના બાદ મહિલા ફરાર થઈ ગઈ હતી, જેને પોલીસ શોધી રહી છે મોરબી રોડ સ્વસ્તિક વિલામાં રહેતા રાજેશ પરસોતમબાઈ રામાણી (ઉંમર 45)એ આપેલા નિવેદન મુજબ શુક્રવારે રાત્રે તે તેની પ્રેમિકા ગીતાને તેના ઘરે મળવા ગયો હતો.
આ દરમિયાન જ્યારે તેણે તેના ઘરમાંથી ચોરાયેલા દાગીના વિશે પૂછ્યું તો તે નારાજ થઈ ગઈ દરમિયાન ગીતાએ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ ગીતા ઘરેથી ભાગી ગઈ હતી. આજુબાજુના લોકો રાજેશને હોસ્પિટલ લઈ ગયા.
રાજેશ ત્યાં કોમામાં પડ્યો હતો, કોઈએ તેને સારવાર માટે 108 મારફતે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઘટનાની જાણ વાંકાનેર તાલુકા પોલીસ મથકે કરી એન્ટ્રી નોંધાવી હતી.
્યાંથી વાંકાનેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાજેશનું નિવેદન નોંધવા રાજકોટ સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો આ સંદર્ભે વાંકાનેર પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે.
Leave a Reply