
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને તાજેતરમાં લંડનમાં ઈન્ડિયા-યુકે એચિવર્સ ઓનર્સ દ્વારા આર્થિક અને રાજકીય જીવનમાં તેમના યોગદાન બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જોકે ભૂતપૂર્વ પીએમ એવોર્ડ લેવા માટે યુકે પહોંચ્યા ન હતા, પરંતુ નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની એસોસિએશન UK દ્વારા દિલ્હીમાં ડો. મનમોહન સિંહને એવોર્ડ આપવામાં અપાયો જણાવી દઈએ કે ડૉ. મનમોહન સિંહ 2004-2014 સુધી દેશના વડાપ્રધાન હતા.
ઈન્ડિયા-યુકે એચિવર્સ ઓનર્સનું આયોજન નેશનલ એસોસિએશન ઓફ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ અને એલ્યુમની યુકે દ્વારા ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ ની ભાગીદારીમાં કરવામાં આવે છે જ્યાં બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે.
દરમિયાન ડો.મનમોહન સિંહ માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઓનરની જાહેરાત કરવામાં આવી હતી આ પુરસ્કાર મનમોહન સિંહને ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે આપવામાં આવ્યો છે.
ડૉ. મનમોહન સિંહે એક લેખિત સંદેશમાં કહ્યું હું આ ભાવનાથી ખૂબ પ્રભાવિત થયો છું ખાસ કરીને એવા યુવાનો તરફથી આવે છે જેઓ આપણા દેશનું ભવિષ્ય છે પણ બંને દેશો વચ્ચેના સંબંધો પણ છે.
Leave a Reply