પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જાણો ઉંમર…

Former President of Pakistan General Pervez Musharraf passed away

દોસ્તો એક દુખદ ખબર સામે આવી છે કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા મુશર્રફને હૃદય અને અન્ય વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી.

પરવેઝ મુશર્રફે દુબઈની હોસ્પિટલમાં 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા જનરલ પરવેઝ મુશર્રફનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. વિભાજન બાદ વર્ષ 1947માં તેમનો પરિવાર નવી દિલ્હીથી કરાચી આવી ગયો હતો.

પાકિસ્તાનમાં તેમણે લાહોર ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેણે યુનાઇટેડ કિંગડમની રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાં અભ્યાસ કર્યો. તેમણે વર્ષ 1961માં પાકિસ્તાન મિલિટરી એકેડમી ક્વેટામાં પ્રવેશ મેળવ્યો હતો.

વર્ષ 1964માં તેઓ પાકિસ્તાન આર્મીની આર્ટિલરી રેજિમેન્ટમાં જોડાયા હતા. 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન સેકન્ડ લેફ્ટનન્ટ હતા વર્ષ 2001માં પરવેઝ મુશર્રફે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા પરવેઝ મુશર્રફે વર્ષ 2008માં રાજીનામું આપ્યું હતું આ પછી પાકિસ્તાનની પૂર્વ પીએમ બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બન્યા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*