જન્મદિવસની ઉજવણી કરીને ખુશી ખુશી ઘરે આવી રહ્યા હતા, રસ્તામાં થયું એવું કે પરિવારની બધી ખુશી…

મિત્રના જન્મદિવસે જ ચાર મિત્રોએ છોડી દુનિયા....
મિત્રના જન્મદિવસે જ ચાર મિત્રોએ છોડી દુનિયા....

હાલના સમયના અંદર ચોકાવનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં રવિવારે રાત્રે જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા પાંચમાંથી ચાર મિત્રોનું એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું મૃતકોમાં બે સાચા ભાઈઓનો સમાવેશ થાય છે.

અકસ્માતની જાણ થતાં જ યુવકોના ઘરોમાં અફડાતફડી મચી ગઈ હતી યુવકનો એક સાથી બચી ગયો તેમની શ્રીગંગાનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યાં તેની હાલત નાજુક છે તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યો છે.

અકસ્માતના સમાચાર મળતા જ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે પોલીસના જણાવ્યા અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના શ્રીગંગાનગર જિલ્લાના અનુપગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

રવિવારે અનુપગઢ નિવાસી જિતેન્દ્રનો જન્મદિવસ હતો. તે રાત્રે કારમાં તેના સાચા ભાઈ અંકુશ અને ત્રણ મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી ઉજવવા ગયો હતો. મોડી રાત્રે પાંચેય યુવકો ત્યાંથી પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન તેમની કાર 87GB પાસે ભારત માલા રોડ પ્રોજેક્ટના કલ્વર્ટ સાથે અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો સંપૂર્ણ પણે ભૂક્કો થઈ ગયો હતો. આ અકસ્માતમાં જીતેન્દ્ર અને અંકુશ સહિત ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*