
અભિનેત્રી તુનીષા શર્માએ માત્ર 20 વર્ષની ઉંમરે ખુદખુશી કરી લીધી હતી આ મામલામાં સીરિયલ અલી બાબામાં તુનીશાના કો-સ્ટાર એક્ટર શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શીઝાન અને તુનીશા રિલેશનશિપમાં હતા અને 15 દિવસ પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
પોલીસ પૂછપરછમાં શીજને પણ આ વાતની પુષ્ટિ કરી છે અભિનેત્રીના અવસાન બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તુનિષા ગર્ભવતી થઈ ગઈ હતી અને તેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સે આ દાવાઓને રદિયો આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અભિનેત્રીનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે.
જો કે હવે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં તુનિષા શર્માની મિત્ર રયા લબીબે અભિનેત્રીની પ્રેગ્નન્સી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું એ ખૂબ જ સંભવ છે કે તુનિષા ગર્ભવતી હતી અવસાન સમયે તે ગર્ભવતી ન હોય પરંતુ તે કદાચ પહેલા ગર્ભવતી હતી અને તેણે ગર્ભપાતની ગોળીઓ લીધી હશે.
મને આ અંગે સંપૂર્ણ ખાતરી નથી.”તુનિષા શર્મા વધુમાં કહ્યું તુનીષાએ મને કહ્યું કે તે શીજાનના પ્રેમમાં પાગલ છે અને કદાચ તે પહેલા ગર્ભવતી હતી અને શીજાન સાથે લગ્ન કરવા માંગતી હતી. હું ગર્ભાવસ્થાના આ મુદ્દા વિશે 100 ટકા ચોક્કસ નથી.
એવી શક્યતા છે કે તે ગર્ભવતી હોય જેના કારણે બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. તમને જણાવી દઈએ કે પોલીસ તુનિષા શર્મા આત્મહત્યા કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે. આ કેસમાં તુનીશાના કો-એક્ટર શીજાન ખાનને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તુનીષા અને શીજાનનું 15 દિવસ પહેલા બ્રેકઅપ થયું હતું, ત્યારબાદ તુનીષા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેણે શીજાનના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.
Leave a Reply