સેંકડો યુવાનોને જીવનની સાચી રાહ ચિંધનાર જ્ઞાનવત્સલ સ્વામી ક્યા ગામના છે! મોટી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ દરમ્યાન અચાનક શું થયું કે લઇ લીધી દીક્ષા?

યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અથવા તો ગુગલ ક્યાંય પણ તમે ડો. જ્ઞાનવત્સલ સ્વામી(Gyanvatsal Swami)નું નામ સર્ચ બોક્સમાં લખો એટલે તરત જ મોટિવેશનલ સ્પીચના ઢગલાબંધ વિડીયો તમે જોઈ શકો છો. તેમના વિડીયોમાં સ્પીચ સાંભળીને ઘણાના મનને શાંતિ મળે છે, ઘણાને જીવન જીવવાના અનેક સરળ રસ્તા ખુલી જાય છે તો કેટલાય લોકોનો જોમ અને જુસ્સો વધી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, 24 વર્ષથી વક્તવ્યો આપી રહેલા અને સોશિયલ મીડિયામાં જાણીતા ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ કે એક પણ જગ્યા પર એકાઉન્ટ નથી!

આજે અમે તમને જ્ઞાનવત્સવ સ્વામીના જીવન વિશે જણાવીશું. ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો જન્મ ગુજરાતના વલ્લભવિદ્યાનગરમાં થયો હતો. તેમણે વલ્લભવિદ્યાનગરમાં મિકેનિકલ એન્જિનયરિંગ કર્યું હતું. 1991માં એન્જિનયરિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે 1992માં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીઘી હતી. તેમના ઉપદેશ અને તેની સમાજમાં થયેલી જોરદાર અસરને કારણે બે યુનિવર્સિટીઓ દ્વારા ડી.લીટ.ની પદવીથી પણ નવાજવામાં આવ્યા હતા. 2020માં ગોધરાની ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી અને જયારે 2022માં ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની પદવી નવાજવામાં આવ્યા છે એટલે જ્ઞાનવત્સલ સ્વામીની આગળ ‘ડોક્ટર’ની ઉપાધિ લાગે છે.

જ્ઞાનવત્સલ સ્વામીના એક ઇન્ટરવ્યૂ દ્વારા જાણવા મળ્યું હતું કે, જ્ઞાનવત્સલ સ્વામી સ્વામિનારાયણ છાત્રાલયમાં રહીને તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને પ્રમુખસ્વામી મહારાજ દર વર્ષે ત્યાં આવતા હતા. તેથી તે સમય દરમિયાન તેમને જ્ઞાનવત્સલ સ્વામીના જીવનની ત્રણ બાબતો ખૂબ જ ગમતી હતી,જેમાં પહેલી જ્ઞાનવત્સલ સ્વામી પ્રત્યે તેમના જીવનની પવિત્રતા, બીજી સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા-ભાવના અને ત્રીજી સ્વામિનારાયણ ભગવાનમાં અતુટ અને અપાર શ્રદ્ધા.

ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવતા કહ્યું હતું કે, મે અંદાજે 400થી વધારે જીવનચરિત્રોનું વાંચન કર્યું છે. જેમાં બાયોગ્રાફિસ અને ઓટોબાયોગ્રાફિસ અને બીજું બધું પણ વાંચન કરવામાં આવતું હોય છે. કદાચ તમને નવાઈ લાગશે કે, હું બીજા ધોરણમાં હતો ત્યારથી રીડર્સ ડાયજેસ્ટ વાંચું છું અને વાંચનની રુચિ સાહજિક છે. બાકી, રેફરન્સ મને મોઢે યાદ રહે છે જે ભગવાનની દયા છે. ટાઇમે યાદ આવી જાય છે અને ટાઇમે બોલી પણ શકું છું. અમે કોઈ સ્પેશિયલ પ્રેક્ટિસ નથી કરતા અને યાદ રાખવાની કોઈ પદ્ધતિ પણ નથી અપનાવતા.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*