
બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન નું નામ તો તમે સાંભળ્યું જ હશે બિછડના ભી જરૂરી થા ગીતમાં જોવા મળેલી આ અભિનેત્રી અવારનવાર પોતાના નિવેદનો અને અફેર ને કારણે સોશીયલ મીડીયા પર લોકોની નિંદાનો ભોગ બનતી જ હોય છે.
જો કે હાલમાં ગૌહર ખાન નું ખેર કરે નામનું વિડિયો સોંગ રિલીઝ થતાં આ અભિનેત્રી ચર્ચામાં આવી છે હાલમાં જ આ વીડિયો અંગે મીડિયા સાથે વાતચીત કરતા ગૌહર ખાને પોતાના કરિયર અંગે પણ વાત કરી હતી.
મીડીયા ઇન્ટરવ્યૂ દરમિયાન ગૌહરે જણાવ્યું કે તેને વર્ષ ૨૦૦૧ થી ઇન્ડસ્ટ્રીમાં કામની શરૂઆત કરી હતી આજે તેને બે દાયકા પૂરાં થવા આવ્યા છે અને તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે લોકોને બે વર્ષમાં જ ઇન્ડસ્ટ્રી ને અલવિદા કહેવું પડતું હોય છે એવામાં તેને બે દાયકા આ ઇન્ડસ્ટ્રીમાં મળ્યા છે.
સાથે જ ગૌહર એ જણાવ્યું કે ઘણીવાર તમને ખરાબ દિશામાં લઈ જનાર વ્યક્તિ મળતા હોય છે પણ જો તમારું મન સાચું છે તો ખરાબ થશે નહિ સાથે જ સોશીયલ મીડીયા ટ્રોલ વિશે વાત કરતાં ગૌહર એ જણાવ્યું કે ખરાબ વાતોને પણ પોઝિટિવ લેવી જોઈએ તો તે તમને ક્યારે અસર નહિ કરે.
વાત કરીએ ગૌહર ખાનના વિડિયો વિશે તો ખેર કરે નામના વીડિયોમાં ગૌહર ઝૈદ દરબાર સાથે જોવા મળી છે આ સોંગ ને અફસાના ખાને અવાજ આપ્યો છે.
Leave a Reply