
ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી ગૌહર ખાનના ચાહકો માટે સારા સમાચાર છે અભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવાની છે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.
અભિનેત્રીએ પતિ ઝૈદ દરબાર સાથે મળીને આ ખુશખબર જણાવી છે. જે બાદ તેના ફેન્સ કોમેન્ટ બોક્સમાં કપલને અભિનંદન આપી રહ્યા છે તમને જણાવી દઈએ કે ટીવી રિયાલિટી શો બિગ બોસ 7 ની વિજેતા ગૌહર ખાને 25 ડિસેમ્બર 2020ના રોજ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા.
જે બાદ હવે કપલે સોશિયલ મીડિયા પર પોતાના પહેલા બાળકની જાહેરાત કરી છે પતિ ઝૈદ દરબારને ટેગ કરતા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કપલ જલ્દી બે થી ત્રણ થવાની વાત કરી રહ્યું છે.
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ગૌહર અને ઝૈદના જીવનમાં ટૂંક સમયમાં એક નાનો મહેમાન આવશે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે ગૌહર ખાને એક સુંદર કેપ્શન પણ લખ્યું બિસ્મિલ્લા હીર રહેમાન નીર રહીમ તમને બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે અભિનંદન. આ કપલને ટીવી સ્ટાર્સ સોફી ચૌધરી કિશ્વર મર્ચન્ટ યુવિકા ચૌધરી કૃતિ ખરબંદાએ પણ અભિનંદન પાઠવ્યા છે.
Leave a Reply