વિશ્વના અમીરોની યાદીમાં મોટો ફેરફાર, ગૌતમ અદાણી સાતમા ક્રમે પહોંચી ગયા, ઘણું મોટું નુકશાન…

Gautam Adani ranks seventh in the list of world's richest people

હાલમાં લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરની હાલત ખરાબ છે બજારમાં ભૂકંપ આવી ગયો છે અદાણી ગ્રુપના શેર પત્તાના ઘરની જેમ ઘટી રહ્યા છે. સ્ટોક ક્રેશની અસર ગૌતમ અદાણીની પ્રોપર્ટી પર પણ પડી છે.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ચોથા સ્થાનેથી સાતમા સ્થાને આવી ગયા છે વર્ષ 2022 માં, ગૌતમ અદાણી વિશ્વના 10 અબજોપતિઓમાં સૌથી વધુ નફો કમાતા ઉદ્યોગપતિ હતા. તે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં બીજા નંબરે પણ પહોંચી ગયો હતો.

પરંતુ વર્ષ 2023 અદાણી ગ્રુપ માટે દુઃસ્વપ્ન સાબિત થઈ રહ્યું છે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધી બધું બરાબર હતું. પરંતુ 24મી જાન્યુઆરીએ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવતા જ અદાણી ગ્રુપના ખરાબ દિવસો શરૂ થઈ ગયા.

બે દિવસમાં તેમના જૂથનું માર્કેટ કેપ ઘટીને રૂ. 2.37 લાખ કરોડ થઈ ગયું. આ કારણોસર ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને $100.4 બિલિયન થઈ ગઈ છે. સમાચાર લખાય છે.

ત્યારે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં વિશ્વના ટોચના 10 અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ચોથા નંબરથી સરકીને સાતમાં સ્થાને આવી ગયા હતા. અમીરોની યાદીમાં થયેલી આ ઉથલપાથલમાં લાંબા સમયથી અદાણીથી નીચે ચાલી રહેલા વોરેન બફે, બિલ ગેટ્સ અને લેરી એલિસન તેમની ઉપર આવી ગયા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*