
હાલમાં ગૌતમ ગંભીરે ઈન્ડિયા ટીમને મોટી વોરનિંગ આપી છે ભારતના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચ બાદ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી હતી ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનનું કહેવું છે કે ટીમને સીમ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે ઝડપથી બેકઅપ ઓળખવાની જરૂર છે.
ગંભીરે કહ્યું કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં 50 ઓવરના વર્લ્ડ કપ માટે તૈયારીઓ ચાલી રહી છે આવી સ્થિતિમાં ટીમ પાસે હાર્દિકનું બેક-અપ હોવું જોઈએ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ શો રોડ ટુ વર્લ્ડ કપ ગ્લોરી પર જણાવ્યું હતું કે તેમને હાર્દિક માટે ઝડપથી બેક-અપ ઓળખવાની જરૂર છે.
જો તેને કંઈ થશે તો ભારત ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટી-20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ આપવામાં આવી છે મુંબઈમાં રમાયેલી પહેલી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન હાર્દિકને કેચ પકડતી વખતે ક્રેમ્પ આવી ગયો હતો.
તે થોડા સમય માટે મેદાનની બહાર પણ ગયો હતો. હાર્દિક તાજેતરમાં પીઠનું ઓપરેશન કરાવ્યા બાદ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે જે તેને છેલ્લા કેટલાક વર્ષોથી પસાર કરવો પડતો હતો જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ પ્રવાસ પછી શ્રીલંકા સામેની આગામી વનડે રમાશે જયાં તે વાઇસ-કેપ્ટન હશે.
Leave a Reply