
બજેટ બાદ સામાન્ય જનતાના ખિસ્સાને આજે પહેલો ફટકો પડ્યો છે આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે મળેલ માહિતી અનુસાર બુધવારની સરખામણીમાં 02 ફેબ્રુઆરી 2023ની સવારે સોનું અને ચાંદી મોંઘા થઈ ગયા છે.
સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ રૂ. 250નો વધારો થયો હતો જ્યારે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો રૂ. 300 વધીને રૂ. 74,800 થયો હતો 250 રૂપિયાના ઉછાળા પછી સોનાનો ભાવ રૂપિયા 53,850 થઈ ગયો. અગાઉ 1 ફેબ્રુઆરીએ તેની કિંમત 53,600 રૂપિયા હતી.
જ્યારે 31 જાન્યુઆરીએ તેની કિંમત 53,750 રૂપિયા હતી. 30 અને 29 જાન્યુઆરીએ પણ સોનાનો ભાવ એક સરખો હતો. 28 જાન્યુઆરીની વાત કરીએ તો સોનાનો ભાવ 53,600 રૂપિયા હતો. આ પહેલા 27 જાન્યુઆરીએ સોનાનો ભાવ 54,200 રૂપિયા હતો.
નિષ્ણાતો માને છે કે ભારતીય બુલિયન માર્કેટમાં થોડો ઉતાર-ચઢાવ હોવા છતાં એકંદરે વૃદ્ધિના સંકેતો છે ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે આંતરરાષ્ટ્રીય સોનાના બજારમાં સોનાના ભાવને સતત સમર્થન મળી રહ્યું છે આ સાથે સોનાના ભંડારને મજબૂત કરવા માટે ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવેલી ખરીદીથી પણ સોનાના બજારને સમર્થન મળ્યું છે.
Leave a Reply