અકસ્માતના એક મહિના બાદ રિષભ પંત માટે સારા સમાચાર, સ્વાસ્થ્યને લઈને સામે આવ્યું મોટું અપડેટ…

Good news for Rishabh Pant a month after the car accident

ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત વિશે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે દુર્ઘટનાના 1 મહિના બાદ રિષભ પંતની તબિયતને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

આ અપડેટ રિષભ પંતના ચાહકો માટે એક સારા સમાચારથી ઓછું નથી કાર અકસ્માત બાદ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ રિષભ પંતને આ અઠવાડિયે રજા આપવામાં આવી શકે છે. આ જાણકારી BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે.

રિપોર્ટ અનુસાર રિષભ પંત એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે જવા માટે તૈયાર છે. આ અઠવાડિયે તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઋષભ પંતની રિકવરી વિશે ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું તે ખૂબ જ સારું કરી રહ્યો છે.

મેડિકલ ટીમ તરફથી આ સારા સમાચાર છે પ્રથમ સર્જરી સફળ રહી હતી અને તે જ દરેક લોકો સાંભળવા માંગતા હતા તેમને આ અઠવાડિયે રજા મળશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*