
ઈન્ટરનેટ સર્ચ ફર્મ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈન્કને મોટો ઝટકો લાગ્યો છે કંપનીના શેરનું બજાર મૂલ્ય એક જ સ્ટ્રોકમાં $100 બિલિયન ઘટી ગયું ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો શેર બુધવારે 8 ટકા અથવા $8.59 ઘટીને $99.05 થયો હતો.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અગાઉ 26 ઓક્ટોબરે તેના શેરમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો આલ્ફાબેટ કંપનીની માર્કેટ કેપ એક દિવસમાં $100 બિલિયન ઘટી છે અને હવે તે $1.278 ટ્રિલિયન છે.
તાજેતરમાં ભારતના અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ પર હિંડનબર્ગ રિપોર્ટ પછી, 10 દિવસમાં માર્કેટ કેપમાં $ 100 બિલિયનનો ઘટાડો થયો હતો. થોડા સમય પહેલા માઇક્રોસોફ્ટે ChatGPT ચેટબોટ રજૂ કર્યું હતું તેને સર્ચ એન્જિનની નવી ટેક્નોલોજી માનવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં Google ની પેરેન્ટ કંપનીએ ChatGPT ના જવાબમાં chatbot Bard રજૂ કર્યું છે કંપનીએ તેના પ્રમોશન માટે ટ્વિટર પર એક નાનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં બાર્ડે ખોટી માહિતી આપી હતી.
Leave a Reply