
ભારતના ક્રિકેટર સુપરસ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનો 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂરકી જતી વખતે અકસ્માત થયો હતો જેના કારણે તેના કપાળ અને ઘૂંટણમાં ઈજા થઈ હતી તેનું લિગામેન્ટ પણ ફાટી ગયું હતું.
તેને વધુ સારી સારવાર માટે દેહરાદૂનથી મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. હવે પંતને ટાંકીને ભારતીય ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ભારતીય ટીમના ચાહકો માટે સારા સમાચાર છે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે ક્રિકેટર ઋષભ પંતના ઘૂંટણની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.
ડૉ. પારડીવાલા અને તેમની ટીમે શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યે પંતનું ઓપરેશન કર્યું, જે લગભગ બેથી ત્રણ કલાક સુધી ચાલ્યું. 25 વર્ષીય રિષભ પંત 30 ડિસેમ્બરની સવારે તેની માતાને મળવા માટે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો.
ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી આ પછી હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર અને કંડક્ટર પંતને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા. પંત કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ તેમાં આગ લાગી ગઈ. તેમના એમઆરઆઈ સ્કેન રિપોર્ટમાં કોઈ સમસ્યા નથી. BCCI પંતના સતત સંપર્કમાં છે. તે જ સમયે, આખો દેશ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યો છે.
Leave a Reply