
દોસ્તો હાલમાં નવી ખબર સામે આવી છે કે હાલના સમયના અંદર ગુજરાતની ચર્ચિત સ્ટાર કિર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલ જે આ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં આવી ચુકી છે, તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને મારવાની ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરી જૂનાગઢના રહેવાસી જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. આ પછી કીર્તિ પટેલ યુવકને માર મારવા તેના સાગરિતો સાથે જૂનાગઢના ભેંસાણ પહોંચી ગયો હતો.
આ પછી પોલીસે કીર્તિ પટેલ અને તેના સાગરિતોની ધરપકડ કરી હતી અને બે કાર પણ જપ્ત કરી હતી જમન ભાયાણી નામના આ યુવકને કીર્તિ પટેલે ધમકી આપી હતી તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ભત્રીજો હોવાનું કહેવાય છે.
જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીનો વિજય થયો છે કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોમાં તેણે કહ્યું હતું કે ભૂપત ભાયાણીના ભત્રીજાએ દીકરીઓ સામે અપશબ્દો બોલ્યા હતા તેથી જ હું ભેંસાણ જાઉં છું.
Leave a Reply