
હાલમાં બૉલીવુડમાથી ખુશીના સમાચાર સામે આવી રહયા છે ટીવી એક્ટર અયાઝ ખાન નાના અને મોટા પડદાનું જાણીતું નામ છે તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યો છે આ દિવસોમાં તે ભલે એક્ટિંગની દુનિયાથી દૂર હોય.
પરંતુ તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ખુશીની પળો શેર કરવાનું ભૂલતો નથી. તાજેતરમાં તે પિતા બન્યો છે અને અભિનેતાએ તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે અયાઝ ખાને વર્ષ 2018માં લખનઉની રહેવાસી જન્નત ખાન સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના 4 વર્ષ બાદ દંપતીના ઘરમાં બાળકના આક્રંદ ગુંજી રહ્યા છે તેઓએ તેમના ઘરમાં એક નાનકડી દેવદૂતનું સ્વાગત કર્યું છે. 21 ડિસેમ્બર, 2022 ના રોજ, અયાઝે બાળકીની પ્રથમ તસવીર શેર કરી અને તેનું નામ પણ જાહેર કર્યું.
શેર કરેલી તસવીરમાં બાળકીનો ચહેરો દેખાતો નથી તેની નાની દેવી પિંક કલર અને વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે અયાઝ ખાને આ ફોટો સાથે બાળકીનું નામ જણાવ્યું છે અયાઝ ખાને કેપ્શનમાં લખ્યું કે પ્રાર્થના સાચી થાય છે.
અલ્લાહે અમારી બાળકી દુઆ હુસૈન ખાનના આગમન સાથે અમને આશીર્વાદ આપ્યા 43 વર્ષીય અયાઝ અને તેની પત્ની જન્નતના માતા-પિતા બનવાનો આનંદ વહેંચતાની સાથે જ સેલિબ્રિટીઓ તેમને અભિનંદન આપી રહ્યા છે તેમના માતા-પિતા બનવા પર ચાહકો પણ ખૂબ જ ખુશ છે.
Leave a Reply