
પંજાબી ગાયક ગુરુ રંધાવા અને અભિનેત્રી શહેનાઝ ગિલ ટૂંક સમયમાં એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે જણાવી દઈએ કે મૂન રાઈઝ નામના આ ગીતમાં બંને જોવા મળશે. બંનેનો આ મ્યુઝિક વીડિયો 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યો છે.
જો કે આ પહેલા શહનાઝ અને ગુરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને તોફાન કરતા જોવા મળી રહ્યા છે બીજી તરફ શહેનાઝ ગિલને બોલ્ડ ડ્રેસમાં જોઈને, ગુરુ શરમાઈ જાય છે અને વારંવાર તેના પગ ઢાંકતી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે ગુરુ રંધાવા અને શહનાઝ ગિલ પહેલીવાર એક મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળવાના છે હાલમાં જ તેમનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રીએ લોકોને દિવાના બનાવી દીધા છે સિંગર ગુરુએ તેના સોશિયલ મીડિયા પર શહનાઝ ગિલ સાથે તેના બીચ શૂટનો એક મજેદાર BTS વીડિયો અપલોડ કર્યો છે.
જે વિડિયો સામે આવ્યો છે તેમાં શહનાઝ ગિલ લાલ રંગના હાઈ-ની સ્લિટ ડ્રેસમાં ડુબતી નેકલાઇન સાથે ખૂબસૂરત દેખાઈ રહી છે જ્યારે ગુરુ પીચ કોટ અને મેચિંગ શર્ટમાં ડેપર દેખાય છે આ ક્લિપમાં, શહેનાઝ અને ગુરુના તાજેતરના શૂટની કેટલીક મજેદાર પળોની ઝલક જોઈ શકાય છે.
આ વાયરલ વીડિયોમાં ગુરુ એક પગ પર બેઠેલા જોવા મળે છે જ્યારે શહનાઝ તેની સાથે એક બીચની સામે ઉભી હતી. વીડિયોની શરૂઆતમાં શહેનાઝ તેને તેના પગ પર હાથ રાખવાનું કહે છે આના પર ગુરુએ શહનાઝનો પગ ઢાંકવાની કોશિશ શરૂ કરી પરંતુ અભિનેત્રીએ તેને ના પાડી અને કહ્યું અહીં જુઓ.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સિંગર પોતાની જાતને શરમાવાથી રોકી શક્યો નહીં અને હસવા લાગ્યો રંધાવાએ એક રમુજી કેપ્શન સાથે વિડિયો શેર કર્યો જેમાં તેણે લખ્યું તમને માત્ર શૂટ દરમિયાન શહેનાઝ ગિલને જોવાની મંજૂરી છે.
Leave a Reply