
હાલમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે હાલમાં બંનેના હલ્દી સેરેમનીના ફોટા સામે આવ્યા છે રાહુલે લગ્ન પહેલા હલ્દી વિધિનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે કેએલએ ફોટો ટ્વિટ કર્યો છે અને તેની સાથે માત્ર એક શબ્દનું કેપ્શન લખ્યું છે.
રાહુલે ફોટોની સાથે કેપ્શનમાં ખુશી લખ્યું છે તેના અને આથિયાના રોમેન્ટિક ફોટો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે રાહુલે પોતાનો એક અલગ ફોટો ટ્વીટ કર્યો છે આમાં તે હલ્દીમાં લપેટાયેલો જોવા મળે છે તેનો આ ફોટો પણ ખૂબ જ રસપ્રદ છે.
રાહુલની તસવીરોમાં તેના પરિવારના લોકો પણ દેખાઈ રહ્યા છે તેણે હલ્દીની સેરેમનીનો ફોટો શેર કરતા પહેલા લગ્નની તસવીરો પણ શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેએલ અને આથિયાના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. તેમના લગ્ન પછી સમાચાર એવા પણ આવ્યા કે બંનેને કરોડો રૂપિયાની ગિફ્ટ મળી છે પરંતુ અથિયાના પિતા અને બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
Leave a Reply