
હંસિકા મોટવાણીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર સોહેલ કથુરિયા સાથે 4 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા તાજેતરમાં તેણે તેની સૂફી નાઈટના ન જોયેલા ફોટા શેર કર્યા છે તેણે તેની સૂફી નાઇટ પર ગોલ્ડન શરારા પહેર્યો હતો.
જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે હંસિકા આ અવતારમાં દિવા જેવી લાગી રહી છે ફોટા જોઈને લોકો તેમની તુલના રેખાના ઉમરાવ જાન સાથે કરી રહ્યા છે સૂફી નાઈટ પર હંસિકા મોટવાણીનો ગ્લેમરસ લુક.
ફોટામાં, હંસિકાએ મિરર વર્ક શરારા સાથે સિલ્વર ઓર્ગેન્ઝા સ્કાર્ફ પહેર્યો છે આ સિવાય તેણે હેવી નેકપીસ, મંગ ટીકા અને ડાઇસની સાથે હેવી એરિંગ્સ પહેરી છે. હંસિકાનો આ પ્રી-વેડિંગ લૂક ખૂબ જ સુંદર છે.
હંસિકા મોટવાણીએ 4 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના મુંડોટા કિલ્લામાં સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા હંસિકા રેડ બ્રાઈડલ લહેંગા પહેરેલી જોવા મળી હતી સોહેલ સફેદ શેરવાની પહેરેલો જોવા મળ્યો હતો આ શાહી લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી હતી.
હંસિકા અને સોહેલ પણ બોલિવૂડ અને સાઉથના હિટ ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સોહેલે ઘૂંટણ પર બેસીને ફિલ્મી સ્ટાઈલમાં હંસિકાની વીંટી પણ પહેરાવી હતી.
Leave a Reply