
હાલમાં એક દુખદ ઘટના આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાથી સામે આવી છે જેમાં કહેવામા આવે છે કે 17 વર્ષનો એક કિશોર ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયો હતો અને આ બાદ યુવક પર હાઈ ટેન્શન વાયર પડ્યું હતું.
અને આ અકસ્માતમાં કિશોરનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું આ ઘટનામાં વનરાજ રજા ભરવાડનું ધડ માથાથી અલગ થઈ ગયું હતું વનરાજ રવિવારે ગામ પાસે આવેલા ખેતરમાં પશ માટે ઘાસચારો લેવા માટે આવ્યો હતો.
ખેતરમાથી બહાર આવતા સમયે અચાનક થાંભલા પરથી હાઈ ટેન્શન વાયર તૂટીને કિશોરના માથા પર પડતાં તેનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી ગયો હતો.
કહેવામા આવે છે કે કિશોરનું માથું 5 ફૂટ જેટલું દૂર પડી ગયું હતું જ્યારે ઘટનાની જાણ ગામમાં થતાં લોકો ખેતરમાં ભેગા થઈ ગયા હતા અને પરિવારના લોકોના દુખનો માહોલ સર્જાયો હતો.
Leave a Reply