
વલસાડની જેપી શ્રોફ આર્ટ્સ કોલેજમાં આજે સવારે ચોકાવનારી ઘટના બની હતી જેમાં કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે ચાલીને જતાં વ્યક્તિનું અચાનક ઢળી પડવાને કારણે દુખદ અવસાન થયું હતું.
વિધ્યાર્થીના મૌતની સમગ્ર ઘટના કોલેજના CCTV કેમેરામાં કેદ થઈ છે હસતાં રમતા યુવકનું અચાનક મૌત થતાં પરિવાર, મિત્રો અને કોલેજ સ્ટાફમાં શોગનો માહોલ છવાઈ ગયો છે.
તપાસમાં વિધ્યાર્થીનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે વલસાડના મોગલવાડી વિસ્તારમાં રહેતો યુવક જેપી શ્રોફ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો.
તે દરરોજની માફક આજે સવારે કોલેજ ગયો હતો અને સવારે 11 વાગ્યાની આસપાસ આ સમાગ ઘટના બની હતી કોલેજના સ્ટાફને જાણ થતાં જ યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Leave a Reply