
ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવારમાં લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે 2 ડિગ્રી તાપમાન સાથે નાલિયા રાજ્ય સૌથી ઠંડુ બન્યું છે.
ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો સરાદી વિસ્તારમાં વાવ ઠરાવ અને સૂઈ ગામમાં બરફ પડ્યો છે હાલમાં ભારે ઠંડી પડવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને ઘરની બહાર નીકળતા પણ ડરે છે.
આ સાથે બરફ પડવાને કારણે ખેડૂતોના કપાસ, વરીયાણી વગેરે જેવા પાકોમાં ભારે નુકસાન થઈ શકે છે ઉતરાયણ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં હાલમાં બરફ પડી રહ્યો છે.
હાલમાં બનાસકાંઠામાં અમુક ગામડાઓમાં ખેતરમાં બરફ જામી ગયો છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
Leave a Reply