
બોલિવૂડના હીમેન ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને પછી નજીક આવ્યા એક ઈન્ટરવ્યુમાં હેમાએ પોતે જણાવ્યું હતું કે જ્યારે તે શૂટિંગ માટે જતી ત્યારે તેના પિતા સેટ પર તેની સાથે જતા હતા જેથી ધર્મેન્દ્ર તેની નજીક ન આવી શકે.
આ સિવાય હેમાની માતા પણ સેટ પર પોતાની દીકરી પર નજર રાખતી હતી. બાય ધ વે,આ બધાનો કોઈ ફાયદો ન થયો અને આખરે હેમા અને ધર્મેન્દ્રએ બધું પાછળ છોડીને 1980માં લગ્ન કરી લીધા. ધર્મેન્દ્રના આ બીજા લગ્ન હતા.
હેમા પહેલા તેમના પ્રથમ લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા અને તેઓ ચાર બાળકોના પિતા પણ હતા. પરિણીત અને ચાર બાળકોના પિતા હોવા છતાં, ધર્મેન્દ્ર હેમાના પ્રેમમાં પડ્યા અને તેને પોતાની બીજી પત્ની બનાવી. જો કે, ધર્મેન્દ્રએ તેમની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા ન હતા, ન તો તેઓ તેમના ચાર બાળકોના ઉછેરમાં સામેલ થયા હતા.
પરંતુ, હેમા સાથે લગ્ન કર્યા પછી, ધર્મેન્દ્રએ તેના માટે એક ઘર ખરીદ્યું અને તેને તેના પ્રથમ પરિવાર અને પત્નીથી દૂર રાખ્યો. હેમાની બાયોગ્રાફીમાં એવો પણ ઉલ્લેખ છે કે હેમા કે તેની દીકરીઓએ ક્યારેય ધર્મેન્દ્રના પહેલા ઘરમાં પગ મૂક્યો નથી.
જો કે આ પરંપરા ચોક્કસપણે એક જ વાર તોડવામાં આવી હતી, જેને એશા દેઓલે તોડી હતી, હકીકતમાં 2015માં ધર્મેન્દ્રનો ભાઈ અજીત દેઓલ ખૂબ જ બીમાર હતો અને એશા અને આહાનાને મળવા માંગતો હતો.
તેઓ બંનેની નજીક હતા તેથી ઈશા તેમને જોવા ધર્મેન્દ્રના ઘરે ગઈ હતી. ઈશાનો પરિચય સની દેઓલ દ્વારા અજીત દેઓલ સાથે થયો હતો અને આ દરમિયાન તેની મુલાકાત પ્રકાશ કૌર સાથે પણ થઈ હતી. પ્રકાશ કૌર ઈશાને ખૂબ જ પ્રેમથી મળ્યા હતા અને અભિનેત્રીને ખૂબ લાડ લડાવ્યા હતા.
Leave a Reply