
રેપર હની સિંહ અવારનવાર પોતાના ગીતોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે પોતાના લેડી લવને લઈને ચર્ચામાં આવ્યો છે. શાલિની તલવારથી છૂટાછેડા લીધા બાદ રેપરનું દિલ મોડલ ટીના થડાની પર આવ્યું છે.
હાલમાં જ એક ઈવેન્ટમાં હની સિંહ તેની નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો વાસ્તવમાં હની સિંહ દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં તેની નવી ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથે જોવા મળ્યો હતો. અહીં તે બધાની સામે ટીનાનો હાથ પકડતો જોવા મળ્યો હતો.
બંને પહેલીવાર જાહેરમાં સાથે દેખાયા હતા, તેથી લાગે છે કે ગાયકે તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે. આ દરમિયાન હની સિંહ વ્હાઈટ શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેઝરમાં હેન્ડસમ લાગી રહ્યો હતો જ્યારે ટીના બ્લેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં અદભૂત લાગી રહી હતી.
આ સિવાય હની સિંહને ફરીથી જૂના અવતારમાં જોઈને ચાહકો પણ ખુશ છે કે હવે તે ફરી સારી સ્થિતિમાં આવી ગયો છે.તમને જણાવી દઈએ કે હની સિંહ સાથે જે મોડલ જોવા મળી હતી તેને ટીના થડાની કહેવામાં આવી રહી છે જે તેની સાથે ટ્રિપ ઓફ પેરિસ ગીતમાં જોવા મળી હતી.
Leave a Reply