મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, કાર-બસની ટક્કર; 4 માર્યા ગયા.

પાલઘર પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર ચારેય મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સવારે લગભગ 4.40 વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર અને લક્ઝરી બસ વચ્ચે અથડામણમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં સ્થિત મહાલક્ષ્મી મંદિર પાસે બની હતી. ગુજરાતથી મુંબઈ જઈ રહેલી સ્પીડમાં કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર ચારેય મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ ઘાયલોની કાસવ ઉપ-જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*