
હૃતિક રોશનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો ગ્રીક ગોડ કહેવામાં આવે છે 49 વર્ષની ઉંમરમાં પણ રિતિક તેની ફિટનેસ ફિલ્મો અને ડાન્સ મૂવ્સથી ચાહકોનું દિલ જીતતો જોવા મળે છે અભિનેતા 10 જાન્યુઆરી 2023 ના રોજ તેનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
આ ખાસ દિવસે, અભિનેતાને ઇન્ડસ્ટ્રી તેમજ ચાહકો તરફથી ઘણી શુભેચ્છાઓ મળી રહી છે આટલું જ નહીં આ પ્રસંગે ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે હૃતિકના લગ્નની વિગતો પણ વાયરલ થઈ છે.
રિતિક રોશન અને સબા આઝાદ ઘણી વખત ડેટ પર જતા જોવા મળ્યા છે. આટલું જ નહીં, સબા પણ આગલા દિવસે રિતિક અને તેના બાળકો સાથે વેકેશન પર પહોંચી હતી ત્યારથી ચાહકો એવી અટકળો લગાવી રહ્યા હતા કે બંને જલ્દી લગ્ન કરી લેશે અને હવે આ પ્રતીક્ષા પૂરી થતી જણાય છે.
હૃતિક-સબાના વેડિંગને લઈને એક રિપોર્ટ વાયરલ થયો છે, જેના કારણે અભિનેતાના ફેન્સ ખુશ થઈ ગયા છે.વાઈરલ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિતિક રોશન અને સબા આઝાદ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જશે.
રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ભવ્ય લગ્ન નહીં હોય. બંનેના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થશે. જો કે, અત્યાર સુધી રિતિક કે સબા આઝાદે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ એવા અહેવાલો છે કે કપલ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે હૃતિકના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ સબાએ પોસ્ટ કરી રોમેન્ટિક તસવીરો પિતા-પુત્રીની જોડી કહી ટ્રોલ કરી રહ્યા છે.
Leave a Reply