કોમેડિયન ભારતી સિંહે દાઢી અને મૂછ પર તેના જૂના વીડિયો જોક બાદ માફી માંગી…

મજાક ઉડાવવી ભારતી પર પડી ભારે
મજાક ઉડાવવી ભારતી પર પડી ભારે

કહેવાય છે ને કે જ્યારે તમે એક સફળ વ્યક્તિ હોય અને તમારા બોલાયેલા શબ્દોના અનેક અર્થ નીકાળે તેવા લોકોથી તમે ઘેરાયેલા હોય ત્યારે તમારા શબ્દો પણ સાચવીને વાપરવા જોઈએ જો કે ટીવી અને બોલીવુડ કલાકારો અનેક વાર ધ્યાન રાખવા છતાં પણ આ શબ્દોમાં ફસાઈને મુસીબતમાં પડી જતાં હોય છે.

હાલમાં આવું જ કંઈ થયું છે ટીવી કોમેડિયન ભારતી સિંહ સાથે. પાછલા કેટલાક દિવસોથી પ્રેગનેન્સી ને કારણે ચર્ચામાં રહેતી ભારતી હાલમાં તેના એક વીડિયોને કારણે વિવાદમાં ફસાઈ ગઈ છે હાલમાં સોશીયલ મીડીયા પર ભારતી સિહ નો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે દાઢી મૂછ અંગે વાત કરતી જોવા મળી રહી છે.

ભારતી કહી રહી છે કે દાઢી મૂછ રાખવાના ફાયદા છે જો દૂધ પીધા પછી તમે મૂછ મોઢામાં જવા દો તો સેવૈયા જેવું લાગે એટલું જ નહિ ભારતી કહી રહી છે કે તેની કેટલીક દોસ્તના લગ્ન થયા છે તે આખો દિવસ મૂછ માથી જુ નીકાળતી જોવા મળે છે જો કે આ વિડિયો વાયરલ થતા જ શીખ ધર્મના લોકોએ ભારતી પર શીખ ધર્મ અને તેમની દાઢી મૂછનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

જો કે આ વીડિયો સામે આવ્યા બાદ ભારતી સિંહે પણ પોતાનો એક વિડિયો શેર કર્યો છે જેમાં તે શીખ ધર્મના લોકોની માફી માંગતી જોવા મળી રહી છે. ભારતીએ કહ્યું કે વાયરલ વીડિયોમાં તે માત્ર દાઢી મૂછ અંગે મજાક કરી રહી હતી આ વીડિયોમાં તેને કોઈ ધર્મના લોકો કે ધર્મનો ઉલ્લેખ કર્યો નથી છતાં જો કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું.વધુમાં ભારતીએ કહ્યું હું પોતે પંજાબી છું અને મને એ વાતનો ગર્વ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*