
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC મેન્સ T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. વર્ષ 2022ની રમત પર નજર કરીએ તો ICCએ ટોચના 11 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ ટીમમાં ભારતના 3 ખેલાડીઓ પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા છે.
આ સિવાય ઈંગ્લેન્ડને વર્લ્ડકપ 2023 જીતાડનાર જોસ બટલરને ICCની સર્વશ્રેષ્ઠ T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ICC મેન્સ T20I ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે વિરાટ કોહલી માટે 2022નું વર્ષ શાનદાર રહ્યું.
તેણે આ વર્ષે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા બીજી તરફ, સૂર્યકુમાર યાદવ આ વર્ષના સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન હતા. સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં T20 ક્રિકેટનો સૌથી સફળ બેટ્સમેન હતો. આ વર્ષે તેણે 31 ઇનિંગ્સમાં 46.56 ની એવરેજ અને 187.43ની સ્ટ્રાઇક રેટથી 1,164 રન બનાવ્યા.
આ દરમિયાન તેના બેટમાંથી 9 અડધી સદી અને 2 સદી જોવા મળી હતી. આ સાથે તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો. તે આ સમયે T20 ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન પણ છે. સૂર્યકુમાર યાદવ એક કેલેન્ડર વર્ષમાં 68 સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બન્યો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC મેન્સ T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે જેમા આ વર્ષે જોસ બટલર મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમ કુરાન, વાનિંદુ હસરંગા, હરિસ રૌફ નામ સામેલ છે.
Leave a Reply