
થોડા દિવસ પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહે હિન્દી ભાષા અંગે કરેલો વાત તો તમને યાદ હશે જ થોડા દિવસ પહેલાં અમિત શાહે હિન્દી ભાષા વિશે વાત કરતા હિન્દી ભાષાને મહત્વ આપવા જણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે હિન્દી રાષ્ટ્રીય ભાષા હોવાથી સાઉથના લોકોએ પણ બોલચાલમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
જો કે અમિત શાહના આ નિવેદન બાદ ન માત્ર સાઉથની સામાન્ય જનતા પરંતુ સાઉથના કલાકારો દ્વારા પણ તેમની આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો .એ આર રહેમાન તેમજ પ્રકાશ રાજે આ વાતનો વિરોધ કરતા તામિલ તેમની માતૃભાષા હોવાની તેમજ તેમના પર હિન્દીના ઉપયોગ અંગે દબાણ ન કરવાની વાત કરી હતી.
તો બીજી તરફ સાઉથ ફિલ્મ અભિનેતા કીચા સુદીપ એ તો મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા ન રહી હોવા સુધીની વાત પણ કરી હતી જે બાદ હાલમાં એક સરકારી અધિકારી એ હિન્દી ભાષાનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર તમિલનાડુ ના એજ્યુકેશન મિનિસ્ટર હાલમાં એક સભા દરમિયાન હિન્દી ભાષાને નીચી બતાવતા કહ્યું કે હિન્દી બોલશો તો પાણીપુરી વહેંચતા રહી જશો.
તેમને કહ્યું કે અંગ્રેજી ભાષા આજે પૂરી દુનિયામાં માન્યતા ધરાવે છે તો હિન્દી શું કામ બોલવી તેમનું કહેવું છે કે અંગ્રેજી બોલાવનાર ને મોટી મોટી કંપનીમાં કામ મળે છે તેમને કહ્યું કે તમિલનાડુ શિક્ષણમાં હંમેશા આગળ રહ્યું છે અહી બે જ ભાષા મહત્વની રહેશે એક માતૃભાષા અને બીજી અંગ્રેજી.
Leave a Reply