
દોસ્તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને એક સમાચાર સામે આવ્યા છે કે ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઉપર ઘંભીર આરોપ લગાવવામાં આવ્યા છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે.
આ નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના શરૂઆતના દિવસે જ વિવાદ ઉભો થયો હતો. ઓસ્ટ્રેલિયાના મીડિયાએ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે ઓસ્ટ્રેલિયાના મીડિયા આઉટલેટ ફોક્સ ક્રિકેટે જાડેજા સાથે સંબંધિત એક ક્લિપ શેર કરી છે.
જાડેજા જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 120-5 હતો જ્યારે વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રવિન્દ્રએ મોહમ્મદ સિરાજ સાથે નાની વાતચીત કરી હતી. તે દરમિયાન રવિન્દ્ર જાડેજા બોલ પર આંગળીઓ ઘસતો જોવા મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યું કે રવિન્દ્ર જાડેજા બોલને રગડી રહ્યો છે જ્યાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ પેન અને માઈકલ વોન, જેઓ ઘણીવાર ભારત વિરુદ્ધ ઝેર ઉગાડે છે ટીમ ઈન્ડિયા પર બેઈમાનીનો આરોપ લગાવ્યો છે.
આ વીડિયોએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. કેટલાક કહી રહ્યા છે કે જાડેજાએ બોલ સાથે છેડછાડ કરી તો કેટલાક બોલથી માટી સાફ કરવાની વાત કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયન મીડિયા ફોક્સ ક્રિકેટ બોલ ટેમ્પરિંગનો મુદ્દો ઉઠાવવામાં વ્યસ્ત છે.
ભૂતપૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઇકલ વોને ટ્વિટ કર્યું હતું તે તેની હલતી આંગળી પર શું લગાવે છે આ ક્યારેય જોયું નથી જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ એકલાએ 10 માંથી 5 વિકેટ લીધી છે.
Leave a Reply