
IPL 2022 માટે મીની હરાજી 23 ડિસેમ્બરના રોજ થઈ હતી આ હરાજીમાં ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે ઘણો ખર્ચ કર્યો હતો. તેણે એક ઓલરાઉન્ડરને 17.5 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો.
પરંતુ આ ખેલાડી હરાજીના 4 દિવસ બાદ જ ઈજાગ્રસ્ત થયો હતો. આ ખેલાડીની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર છે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને 17.5 કરોડમાં ખરીદ્યો હતો.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ MCG ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી હતી ત્યારે તે ઈજાગ્રસ્ત થયો હતો કેમરૂન ગ્રીનની આ ઈજા એટલી ગંભીર હતી કે તેને હોસ્પિટલ લઈ જવી પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, ગ્રીનની ઈજાને સ્કેન કરવામાં આવશે અને તે પછી જ તેના આગળ રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.ઓસ્ટ્રેલિયન ઈનિંગ દરમિયાન દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર એનરિક નોર્કિયા 85મી ઓવર ફેંકી રહ્યો હતો.
એનરિક નોર્કિયાનો ઝડપી બોલ સીધો કેમેરોન ગ્રીનના ગ્લોવ્સમાં ગયો. આ પછી તેની આંગળીમાંથી લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું આ ઈજાને કારણે તે પ્રથમ મેચમાં વધુ બેટિંગ પણ કરી શક્યો ન હતો.
Leave a Reply