
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અવારનવાર ચર્ચામાં રહે છે અભિનેત્રીની 200 કરોડના મની લોન્ડરિંગ કેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને તેના કારણે જેકલીનને વારંવાર કોર્ટની મુલાકાત લેવી પડે છે જેકલીન આ મામલે 18 જાન્યુઆરીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી.
તાજેતરમાં, અભિનેત્રીએ ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ પોતાનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન જેક્લિને સુકેશ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા અને કોર્ટમાં કહ્યું કે સુકેશે તેની લાગણીઓ સાથે રમત કરી અને તેની જીંદગીને નર્ક બનાવી દીધી અને તેની કારકિર્દી બરબાદ કરી દીધી.
મીડિયા અહેવાલો અનુસાર, જેકલીન ફર્નાન્ડિસે પોતાનું નિવેદન આપ્યું હતું કે સુકેશે પોતાને સન ટીવીના માલિક તરીકે રજૂ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તમિલનાડુના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જે. જયલલિતા તેમના મામા હતા.
આ સાથે તેણે કહ્યું છે કે તેને સુકેશનું સાચું નામ પણ ખબર નથી. જેક્લિને વધુમાં કહ્યું છે કે સુકેશ ચંદ્રશેખર સરકારી અધિકારી હોવા અંગે તે જાણતી હતી અને આ સિવાય સુકેશે પોતે સન ટીવીના માલિક અને જે જયલલિતાને તેની આંટી ગણાવી હતી.
જેકલીને ઠગ સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે સુકેશે મને કહ્યું હતું કે તે સન ટીવીના માલિક જે મારો એક મોટો ચાહક હતો અને પછી તેણે મને કહ્યું કે મારે દક્ષિણ ભારતમાં પણ ફિલ્મો કરવી જોઈએ અને સન ટીવીના માલિક તરીકે તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે.
આ પછી તેણે મને કહ્યું કે આપણે સાઉથની ફિલ્મોમાં સાથે કામ કરવું જોઈએ જેક્લિને વધુમાં કહ્યું કે સુકેશે મને ગેરમાર્ગે દોર્યો અને તેણે મારી કારકિર્દી અને મારું જીવન પણ બરબાદ કર્યું.
Leave a Reply