
એ વાત તો તમે જાણતા જ હશો કે દિલ્હીની તિહાડ જેલમાં બંધ 200કરોડની છેતરપિંડી કરનાર એક આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જેક્વેલિનના કેટલાક અંગત ફોટા સોશીયલ મિડીયા પર વાયરલ થયા હતા જેના પરથી એવું સ્પષ્ટપણે સમજી શકતું હતું કે સુકેશ ચંદ્રશેખર અને જેક્વેલિન વચ્ચે કેટલા નજીકના સંબંધ હતા.
આ ઉપરાંત સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ બનાવામાં આવેલી ચાર્જશીટમા તેને જેક્વેલિન ફર્નાન્ડિઝને કેટલી ગિફ્ટ અને પૈસા આપ્યા હતા તે પણ સામે આવ્યું હતું જે અનુસાર તેને જેક્વેલિન ફર્નાન્ડિઝને ડાયમંડ ઈયરિંગ, ડિઝાઈનર બેગ અને બ્રેસ્લેટ વગેરે પણ આપ્યા હતા જો કે આ કેસને લઈને હાલમાં જ વધુ માહિતી સામે આવી છે
જે અનુસાર સુકેશ ચંદ્રશેખર હાલમાં ગત 23 એપ્રિલ થી તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર છે ખબર પ્રમાણે તેને 23 એપ્રિલથી જ જમવાનું બંધ કરી દીધું છે જો કે આ ભૂખ હડતાળ તેને જેક્વેલિન ફર્નાન્ડિઝ માટે નહિ પરંતુ પોતાની પત્ની લીના પોલ માટે કરી છે લીના પોલ જેની સાથે સુકેશ લગ્ન કર્યા હતા.
અને બાદમાં આ છેતરપિંડીના કામમાં તેને પણ પતિને સાથ આપ્યો હતો હાલમાં લીના પણ તિહાડ જેલ નંબર 6માં બંધ છે જો કે સુકેશ પોતાની પત્નીને મહિનામાં બે વાર મળી શકે છે છતાં પત્નીને વધુ વાર મળવા ની પરવાનગી લેવામાં તેને ભૂખ હડતાળ કરી છે જણાવી દઇએ કે હાલમાં સુકેશ પર નજર રાખવામાં આવી રહી છે તેને પ્રવાહી પણ આપવામાં આવી રહ્યું છે.
Leave a Reply