
બોલીવુડ અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝનું નામ આજે કોઈથી અજાણ્યું નથી.વર્ષ ૨૦૨૧મા શરૂ થયેલા ૨૦૦ કરોડની છેતરપિંડીના કેસને કારણે આ અભિનેત્રી પાછલા કેટલાક મહિનાઓથી ચર્ચામાં જોવા મળી રહી છે હાલમાં જેક્વેલિન ફર્નાન્ડિઝ પોતાના જ એક જુઠ્ઠાણાંને કારણે ચર્ચામાં આવી છે.
એ તો તમે જાણતા જ હશો કે વર્ષ 2021માં શરૂ થયેલા આ કેસમાં જેક્વેલિન શરૂઆતથી જ ખોટું બોલીને બચવાનો પ્રયાસ કરતી આવી છે પહેલાં તો કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને નકારી ને બચવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ ગિફ્ટ અને અન્ય વાતોમાં પણ ઇડી અધિકારીઓથી તમામ હકીકત છુપાવી બચવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે આટલા પ્રયાસ બાદ પણ જેક્વેલિન આ કેસમાં એવી ફસાઈ ગઈ છે કે તેને ભારતની બહાર નીકળવાની પણ પરવાનગી નથી.આ જ કારણ છે કે હાલમાં ભારત બહાર જવા જેક્વેલિન ફર્નાન્ડિઝ દિલ્હી કોર્ટમાં અરજી કરી પરવાનગી માંગી હતી આ અરજીમાં તેને જણાવ્યું હતું કે તેને યુએઇમાં યોજાનાર આઇફા એવોર્ડમા પરફોર્મ્સ માટે પહોંચવાનું છે.
જો કે કોર્ટે આ મામલે ઇડી અધિકારીઓ સાથે વાતચીત કરતા જેક્વેલિન ફર્નાન્ડિઝ ફરી એકવાર જૂઠ નો સહારો લઇ રહી હોવાનું સામે આવ્યું હતું કોર્ટની તપાસ બાદ ઇડીએ જણાવ્યું હતું કે જેક્વેલિન બહાર જવા માટે એવોર્ડનું બહાનું આપી રહી છે જે આઇફામાં જવા તેને પરવાનગી માંગી છે તે રદ થઈ ગયો છે જો કે હકીકત સામે આવતા જ અભિનેત્રીએ પોતાની અરજી પાછી ખેંચી હતી.
Leave a Reply