
હાલમાં જ બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલનો અકસ્માત થયો હતો તેઓ સીડી પરથી પડી ગયા હતા આ અકસ્માતમાં તેની કોણી અને પાંસળી તૂટી ગઈ હતી અને તેને માથામાં પણ ઈજા થઈ હતી.
અકસ્માત બાદ તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના જમણા હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ગાયક હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેના વતન ગયો હતો ઝુબિને હવે તેની લેટેસ્ટ તસવીર શેર કરી છે.
આ તસવીરમાં ગાયક તેની માતાના ખોળામાં સૂતો જોવા મળી રહ્યો છે તેની કોણીમાં ઈજાના નિશાન પણ દેખાઈ રહ્યા છે તેની માતા સાથે તેની સુંદર તસવીર શેર કરતા ઝુબિને કેપ્શનમાં લખ્યું વિટામીન મમ્મીનો પહેલો ડોઝ.
આ પહેલા ઝુબિને હોસ્પિટલના બેડ પરથી પોતાની તસવીર શેર કરી હતી અને ચાહકોને તેની હેલ્થ અપડેટ આપી હતી. ગાયકે કેપ્શનમાં લખ્યું તમારા બધા આશીર્વાદ માટે આભાર ભગવાનની નજર મારા પર હતી. મને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે અને હું સ્વસ્થ થઈ રહ્યો છું તમારા ક્યારેય ન સમાપ્ત થતા પ્રેમ અને હાર્દિક પ્રાર્થના માટે આભાર.
Leave a Reply