
કાજોલ આજકાલ તેની ફિલ્મ સલામ વેંકીના પ્રમોશનમાં વ્યસ્ત છે પ્રમોશન દરમિયાન કાજોલ પોતાના દેસી લુકથી ચાહકોને પ્રભાવિત કરી રહી છે પરંતુ ફિલ્મના પ્રીમિયરમાં પહોંચેલી કાજોલે તેના ચાહકોને નારાજ કર્યા છે.
આ પ્રીમિયર દરમિયાન, તેનો લુક પણ ખાસ દેખાતો ન હતો. પ્રીમિયરમાં પહોંચેલી કાજોલે એવી રીતે સાડી પહેરી કે દર્શકો તેને ટ્રોલ કરવા લાગ્યા સલામ વેંકી ફિલ્મના પ્રીમિયરમાં કાજોલે ગ્રે શેડની સાડી પહેરી હતી જેનો પલ્લુ મરૂન કલરનો હતો.
આ સાડીની બોર્ડર પર મોતીનો દોરો હતો જે તેને ખૂબ જ હેવી લુક આપી રહી હતી જ્યારે સાડીના મરૂન ભાગ પર મોતીની એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી કાજોલે આ સાડીને મરૂન શેડના બ્લાઉઝ સાથે જોડી હતી મેચિંગ નેકપીસ ગળામાં સુંદર લાગતી હતી જ્યારે કાજોલનો લુક તેના વાળમાં લો બન સાથે પરફેક્ટ દેખાઈ રહ્યો હતો.
જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાજોલે આ સાડીને યોગ્ય રીતે પહેરી નથી જેના કારણે તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી આ સાડીને વિશેષ દેખાવ આપવા માટે કાજોલે એક ખભા પર ખુલ્લી પ્લેટ તેમજ સાડીનો પલ્લુ ખભાની બીજી બાજુ રાખ્યો હતો.
Leave a Reply