
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત નુ નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જે હંમેશા દેશ દુનિયા અને બોલીવુડના દરેક વિષય પર નીડરતા થી પોતાનો મત રજૂ કરતી આવી છે.
થોડા દિવસ પહેલાં જ કંગના રનૌતે કલાકારોના સંતાનોને ઈંડા જેવા કહીને જાતિવાદની વાત કરી હતી જે બાદ હાલમાં કંગના રનૌત નો એક વિડિયો સામે આવતા તે ચર્ચામાં આવી છે.
હાલમાં જ કંગના રનૌત નો એક વિડિયો સામે આવ્યો છે જેમાં કંગના બોલીવુડ નહિ પરંતુ સ્ત્રીઓના હક અંગે અને તેમના અસ્તિત્વ અંગે વાત કરતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં કંગના કહી રહી છે કે તેને મણિકર્ણિકા ફિલ્મ સમયે એક્શન સીન કરતા ઇજા પહોંચી હતી તેમ છતાં તેને સીન અને શુટિંગ પૂરું કર્યું હતું જે જોતા તેના કેટલાક ટીમ મેમ્બર તેની પાસે આવી યુ ગોટ બોલ્સ કહી તેના વખાણ કર્યા હતા.
કંગના રનૌત આ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે હંમેશા સ્ત્રીઓની બહાદુરી કે સારા કામને પણ પુરુષના પ્રાઇવેટ પાર્ટ સાથે સરખાવવામાં આવે છે ક્યારેય સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટ સાથે બહાદુરી ની સરખામણી કરવામાં કેમ નથી આવતી.
કંગના રનૌતે કહ્યું કે સ્ત્રીઓની વાત માત્ર શારીરિક સંબંધ બાંધવા સુધી જ સીમિત રાખવામાં આવે છે તે બહાદુરીનું કામ કરે તો પણ તેમને પુરુષના પ્રાઇવેટ પોર્ટ થી સરખાવવામાં આવે છે.
Leave a Reply