
સામાન્ય રીતે બોલીવુડમાં બે દોસ્તોની ફિલ્મ પણ એક સાથે રિલીઝ થાય કે એક ફિલ્મ સફળ અને બીજી ફિલ્મ ફ્લોપ જાય તો દોસ્તો વચ્ચે તિરાડ પડતી હોય છે પોતાની ફિલ્મ ફ્લોપ જવાના અલગ અલગ કારણો કલાકારો રજૂ કરતાં હોય છે. પરંતુ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત જે હંમેશા બોલીવુડના રાજકારણ થી અલગ રહી છે.
હમેશા પોતાના સ્વભાવ માટે જાણીતી રહી છે તેને હાલમાં જ ભૂલભૂલૈયા 2 ફિલ્મની સફળતા પર ટીમને અભિનંદન આપ્યા છે.કંગના રનૌતે હાલમાં જ સોશીયલ મીડીયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને ભૂલભૂલૈયા 2 ફિલ્મની સફળતા પર ટીમને અભિનંદન આપતા લખ્યું હતું.
બોક્સ ઓફિસ પર બોલીવુડની સુકાઈ ગયેલી સુગંધનો અંત કરવા માટે ભૂલભૂલૈયા 2 ફિલ્મની ટીમને અભિનંદન. અભિનંદન કાર્તિક આર્યન અને કિયારાં અડવાણી જણાવી દઈએ કે ગત 20મે ના રોજ કંગના ની ફિલ્મ ધાકડ અને ભૂલભૂલૈયા 2 એક સાથે રિલીઝ થઈ હતી.
જો કે ભૂલભૂલૈયા 2 ફિલ્મે પહેલા દિવસે જ 14 કરોડની કમાણી કરી હતી જ્યારે કંગનાની ફિલ્મ માત્ર 1 કરોડ જ કમાઈ શકી હતી આટલી ખરાબ હાર છતાં કંગનાએ ભૂલભૂલૈયા 2ફિલ્મની ટીમને અભિનંદન આપ્યા છે જે સાબિત કરે છે કે કંગના એક સાચી અભિનેત્રી છે અને તેને લોકોના કામની કદર છે.
Leave a Reply