
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનુ નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જેને બોલીવુડમાં રહીને જ બોલીવુડના કાળા કામો અંગે ખુલાસા કર્યા છે.
જો કે અવારનવાર બોલીવુડ સ્ટાર્સ ની ખરાબ આદતોને કારણે તેમની નિંદા કરનાર આ અભિનેત્રી હાલમાં પોતે નશાની હાલતમાં ખરાબ હરકત કરતી જોવા મળી છે.
હાલમાં જ કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપ ના ફાઈનલ બાદ રાખવમાં આવેલી પાર્ટીના કેટલાક વિડિયો સામે આવ્યા છે જેમાં કંગના રનૌત ફૂલ ટલ્લી હોવાનું જણાઇ રહ્યું છે.
એટલું જ નહિ એક વીડિયોમાં કંગના રનૌત લોકઅપ શોના એક કન્ટેસ્ટન્ટ શિવમ શર્માને કિસ કરતી જોવા મળી રહી છે આ વીડિયોમાં જોઇ શકાય છે કે કંગના અચાનક જ શિવમ પાસે આવી ને તેને એક બાદ એક કિસ કરવા લાગે છે.
કંગના રનૌત નો આ વીડિયો જોતા જ લોકોએ તે નશામાં હોવાની વાત કરી છે જો કે કંગના રનૌત ની આ હરકત જોતા કહી શકાય કે કાગડા કાળા જ હોય જાતિવાદ અને નશાની લતને કારણે બોલીવુડની નિંદા કરનાર કંગના રનૌત જો એટલી જ સારી હોય તો તેને નશો કરવો જ ન જોઈએ.
જણાવી દઈએ કે હાલમાં કંગના રનૌત તેની આવનારી ફિલ્મ ધાકડના પ્રમોશનમા વ્યસ્ત છે આ ફિલ્મ ૨૦મે ના રોજ રીલિઝ થવા જઈ રહી છે જેમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા સહિત મહક્ષય ચક્રવતી પણ જોવા મળવાના છે.
Leave a Reply