
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી કંગના રનૌત તેના અભિનય સિવાય તેની અદમ્ય શૈલી માટે જાણીતી છે ટ્વિટરે ઘણા સમય પહેલા કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. પરંતુ હવે કંગના રનૌત ફરી એકવાર ટ્વિટર પર પાછી આવી છે.
એક્ટ્રેસે પોતાના એકાઉન્ટ પરથી પહેલું ટ્વિટ કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. કંગનાએ પણ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. કંગના રનૌત ટ્વિટર પર પરત ફરતાની સાથે જ તેણે પોતાની આગામી ફિલ્મ વિશે ફેન્સને જાણકારી આપી હતી.
જ્યારે કંગના રનૌતે ટ્વિટર પર પાછા આવતાની સાથે જ પહેલું ટ્વિટ કર્યું ત્યારે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો અભિનેત્રીએ ટ્વિટ કર્યું હેલો મિત્રો અહીં પાછા આવીને સારું લાગે છે.
આ પછી કંગના રનૌતે બીજું ટ્વીટ કર્યું આખરે આ ફિલ્મ પૂરી થઈ ગઈ છે ફિલ્મ ઈમરજન્સી’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે 20 ઓક્ટોબર 2023 ના રોજ સિનેમા હોલમાં તમને બધાને મળીશું કંગનાએ આ ટ્વીટ સાથે ફિલ્મ ‘ઇમર્જન્સી’નો BTS વીડિયો પણ શેર કર્યો છે.
કંગના રનૌત લગભગ દોઢ વર્ષ બાદ ટ્વિટર પર પરત ફરી છે. તેની પાછળનું કારણ કંગના રનૌતનું ટ્વીટ છે. વાસ્તવમાં કંગના રનૌતે બંગાળની ચૂંટણી દરમિયાન કેટલાક વિવાદાસ્પદ ટ્વિટ કર્યા હતા. આ પછી અભિનેત્રીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું કંગનાને ટ્વિટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે સતત ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.
તમને જણાવી દઈએ કે કંગના રનૌત છેલ્લે વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધાકડ’માં જોવા મળી હતી. આ ફિલ્મ રજનીશ ઓઝાએ ડિરેક્ટ કરી હતી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અગાઉ કંગનાએ ‘થલાઈવી’માં પોતાની અભિનય શક્તિ સાબિત કરી હતી.
Leave a Reply