
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનુ નામ આજે કોઈથી અજાણ્યું નથી. આ એક એવી અભિનેત્રી છે જેને બોલીવુડમાં રહીને બોલીવુડમાં થતા ભેદભાવનો ખુલાસો કર્યો છે જો કે બોલીવુડમાં કલાકારોના સંતાનો તેમજ બહારથી આવતા કલાકારો વચ્ચે થતા ભેદભાવ એ કંગનાનો મુખ્ય મુદ્દો રહ્યો છે.
વર્ષ 2020મા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી શરૂ કરાયેલા આ મુદ્દા પર કંગના અવારનવાર વાત કરતી જોવા મળતી હોય છે હાલમાં પણ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગનાએ બોલીવુડના એક કલાકારની દીકરી વિશે જાહેરમાં મજાક ઉડાવી હતી.
હાલમાં જ કંગના રનૌત તેની આવનારી ફિલ્મ ધાકડ ના પ્રમોશન માટે કપિલ શર્મા શો પર પહોંચી હતી આ દરમિયાન કપિલે કંગનાને તેનો એક ફોટો બતાવતા કેપશન મા લખેલા બોબી બિંબો શબ્દનો અર્થ પૂછ્યો હતો.જેનો જવાબ આપતા કંગનાએ પોતાની જીભ નાકે અડાવવાની કોશિશ કરી હતી.
જણાવી દઈએ કે આવી જ હરકત આ પહેલાં કપિલ શર્માના શો પર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ કરી હતી.કહી શકાય કે કંગના રનૌતે આ હરકતથી અનન્યાની મજાક ઉડાવી હતી જો કે તેને કોઈનું નામ લીધું ન હતું આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply