સૌથી મોટા દુશ્મન સલમાન ખાનને બનાવ્યા મિત્ર અને કરી દિલ ખોલીન ચાપલૂસી છતાં કંગનાનો પ્લાન ગયો વ્યર્થ….

ના કામમાં આવી જૂઠી મિત્રતા અને ચાપલૂસી
ના કામમાં આવી જૂઠી મિત્રતા અને ચાપલૂસી

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત નુ નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જેને બોલીવુડમાં રહીને બોલીવુડના કાળા કામોનો ખુલાસો કર્યો છે પાછલા કેટલાય વર્ષથી કંગના રનૌત બોલીવુડમાં ચાલી રહેલા જાતિવાદ અને બીજા અન્ય ભેદભાવ અંગે જાહેરમાં નિવેદનો આપી ચૂકી છે.

જો કે કંગનાના આ નિવેદનો થી કેટલાક લોકોમાં તે લોકપ્રિય બની છે તો કેટલાક લોકો તેને નાપસંદ પણ કરે છે કંગના રનૌત પ્રત્યેની લોકોની નારાજગી હાલમાં જ તેની ફિલ્મ રિલીઝ થયા બાદ જોવા મળી છે.એ તો તમે જાણતા જ હશો કે કંગના રનૌત ની ફિલ્મ ધાકડ જેનું પોસ્ટર સલમાન ખાને પોતાના સોશીયલ મીડીયા પર શેર કરી ફિલ્મને પ્રમોટ કરી હતી તે ફિલ્મ 20મેના રોજ રીલિઝ થઈ છે.

જો કે રિલીઝ બાદ પહેલાં જ દિવસે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ રહી છે. આ ફિલ્મમાં કંગના સિક્રેટ એજન્ટ ના રોલમાં જોવા મળી છે. આ સિક્રેટ એજન્ટ દુનિયાભરમાં ફેલાયેલા જાળને તોડવા ઈચ્છે છે જેનો સૂત્રધાર ભારતમાં છે ફિલ્મની કહાની અને કંગના રનૌત નો અભિનય દમદાર હોવા છતાં ફિલ્મ દર્શકોને પોતાની તરફ નથી લાવી શકી આનું એક કારણ ફિલ્મ ભૂલભૂલૈયા 2ને પણ ગણાવી શકાય.

ભૂલભૂલૈયા 2 કાર્તિક આર્યન ની ફિલ્મ હોવા છતાં ભૂલભૂલૈયા ની કહાની યાદ કરતા લોકો આ ફિલ્મને એકવાર જોવા જાય તે સ્વાભાવિક છે જણાવી દઈએ કે કંગનાની ફિલ્મને આઇએમડીબી પર 7 રેટિંગ મળ્યું છે જો કે પહેલાં દિવસે ફિલ્મ 1 કરોડની જ કમાણી કરી શકી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*