
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત નુ નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જે હંમેશા પોતાની ફિલ્મો કરતા પોતાના નિવેદનો ને કારણે વધારે ચર્ચામાં રહી છે.
આ અભિનેત્રી હંમેશા નીડરતા થી દેશ સમાજ અને બોલીવુડ અંગે પોતાના મત રજૂ કરતી આવી છે આ જ કારણ છે કે તે હમેશા બોલીવુડ નિર્માતાઓ અને કલાકારોના નિશાના પર રહેતી હોય છે.
જો કે હમેશા વિવાદમાં રહેતી હોવા છતાં આ અભિનેત્રી આજે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી છે અને આ વાતની સાબિતી હાલમાં જ કંગનાએ એક એવી કાર ખરીદીને આપી છે જેને ખરીદવી મોટામોટા કલાકારોનું સપનું હોય છે.
હાલમાં જ કંગના રનૌતે મર્સિડીઝનું નવું મોડેલ ખરીધું છે જણાવી દઈએ કે આ નવા મોડલની કાર હાલમાં જ ભારતમાં લોન્ચ થયું છે આ કારની કિંમત ૫ કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે કંગના નવી કાર લેવા પોતાના પૂરા પરિવાર સાથે પહોચી હતી કાર મળતા જ કંગનાની માતાએ કારની પૂજા કરી ફૂલ પણ ચડાવ્યા હતા જો કે કંગના રનૌતની કાર સાથે તેના કપડાં પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા પોતાની આ નવી કાર ખરીદવા તે બ્લેક કલરના મેક્સી ડ્રેસમાં પહોચી હતી.
Leave a Reply