
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લઈને તેમના જીવનની નવી શરૂઆત કરી હતી. શેરશાહ ફિલ્મમાં જોવા મળેલી આ જોડીને રીલ લાઈફ બાદ વાસ્તવિક જીવનમાં એક થતી જોવાનું ચાહકોનું સપનું સાકાર થયું છે.
જ્યારે બંનેએ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ત્યારે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ફેન્સ આ બંનેની તસવીરો ખૂબ જ જોરદાર રીતે શેર કરી રહ્યાં છે ફેન્સ ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સ પણ બંનેને અભિનંદન આપતા જોવા મળ્યા હતા. પરંતુ કરણ જોહરની પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સને અભિનંદન આપતા જોવા મળે છે દરેક લોકો પોતપોતાની શૈલીમાં આ ક્યૂટ કપલને અભિનંદન આપી રહ્યા છે પરંતુ કરણ જોહરની પોસ્ટે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.
કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તસવીર સાથે એક પોસ્ટ શેર કરી છે આ પોસ્ટમાં કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની પ્રથમ મુલાકાત વિશે લખ્યું છે સાથે જ બંનેને સમાન ગણાવ્યા છે.
કરણે લખ્યું સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંને શાંત મજબૂત અને ખૂબ જ સંવેદનશીલ છે આ સિવાય કરણ જોહરે પણ બંનેના ખૂબ વખાણ કર્યા અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં કરણ જોહરે પણ જોરદાર ડાન્સ કર્યો હતો.
Leave a Reply