
બોલિવૂડના ફેમસ એક્ટરમાંથી એક કાર્તિક આર્યન પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. કાર્તિક આર્યનના લગ્નને લઈને ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યા છે હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કાર્તિક આર્યનએ પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે તે બે-ત્રણ વર્ષથી તેના વિશે વિચારી રહ્યો નથી.
આ પછી એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં કાર્તિક આર્યનનું નામ રિતિક રોશનની કઝિન પશ્મિના રોશન સાથે જોડવામાં આવ્યું હતું. સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે દરમિયાન, હવે આ બંને વિશે એક નવું અપડેટ આવ્યું છે, જેણે ચાહકોને ખુશ કરી દીધા છે.
કાર્તિક આર્યન તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, તેની આ તસવીર ફ્રાન્સની છે. આ તસવીરમાં કાર્તિક આર્યન બહાર જોતો જોવા મળી રહ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ફ્રાન્સથી પશ્મિના રોશનની એક તસવીર પણ સામે આવી હતી.
તે તસવીરમાં પશ્મિના રોશન તેના પિતરાઈ ભાઈ રિતિક રોશન સાથે જોવા મળી હતી. જ્યારથી આ બંનેની તસવીરો એક જ જગ્યાએ સામે આવી છે, ત્યારથી ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે કાર્તિક અને પશ્મિના આ વર્ષે સગાઈ કરી શકે છે.
ફેન્સ આ અંગે કાર્તિકની પોસ્ટ પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ જાણકારી માટે તમને જણાવી દઈએ કે બંનેએ અફેરના મામલાને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Leave a Reply