
એ તો તમે જાણતા જ હશો કે વર્ષ ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ બોલીવુડ કલાકારોને લઈને દર્શકોમાં એક અલગ આક્રોશ છવાઈ ગયો છે તેમાં પણ ગત વર્ષે સાઉથ ફિલ્મ પુષ્પા ની રિલીઝ બાદથી સાઉથ કલાકારો તરફ લોકોના વધતા આકર્ષણ ને કારણે બોલીવુડની એક બાદ એક ફિલ્મ ફ્લોપ સાબિત થઈ રહી હતી.
બોલીવુડ કલાકારોની સાઉથ ઇન્ડસ્ટ્રી અને દુનિયામાં મજાક બની રહી હતી. જો કે આ સ્થતિ ને હાલમાં કાર્તિક આર્યને સાચવી લીધી છે કાર્તિક આર્યન જેની ફિલ્મ ભૂલ ભૂલૈયા-૨ વિશે લોકો અલગ અલગ વાતો કરતા જોવા મળી રહ્યા હતા. તે હાલમાં એક સફળ ફિલ્મની યાદીમાં સામેલ થવા જઈ રહી છે.
માત્ર 65કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ૨૦મેના રોજ રીલિઝ થતા જ ભારતમાં 14.11કરોડ રૂપિયાની કમાણી કરી છે તો બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 20 કરોડનો આંકડો પાર કરી ગઈ છે જણાવી દઈએ કે રિલીઝ ના પહેલાં દિવસની આ કમાણી સાથે કાર્તિક આર્યન ની ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે અને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ને પણ પાછળ છોડી છે.
એટલું જ નહિ ભૂલ ભૂલૈયાના ફિલ્મના આ બીજા ભાગમાં કાર્તિક આર્યન જેવો નવો કલાકાર હોવા છતા આ ફિલ્મે કંગના રનૌત ની ફિલ્મ ધાકડ ને પણ પહેલાં દિવસે ધૂળ ચટાવી છે 20મે ના રોજ રીલિઝ થયેલી કંગનાની ફિલ્મે માત્ર 1 કરોડની કમાણી કરી છે આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply