
હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ લીધા મંદિરની અંદરથી બંનેની એક તસવીર સામે આવી છે જે કપલના ચાહકોને ખૂબ જ પસંદ પડી રહી છે.
વાયરલ તસવીરોમાં કેટરિના કૈફ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે આ સિમ્પલ લુકએ અભિનેત્રીના ચાહકોનું દિલ જીતી લીધું છે કેટરીનાના ફેન પેજ દ્વારા આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે આમાં કેટરીના લીલા સલવાર સૂટમાં જોવા મળી રહી છે. જ્યારે વિકી ડેનિમ સાથે સફેદ શર્ટમાં જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે વિક્કીની માતા પણ બંને સાથે ભગવાન ગણેશના દરબારમાં પહોંચી હતી વિકી કૌશલ તેની માતા વીણા કૌશલ અને પત્ની કેટરિના કૈફ સાથે શુક્રવારે સવારે ભગવાન ગણેશના દરવાજે પહોંચ્યા હતા બધાએ ભગવાન ગણેશના દર્શન કર્યા અને બાપ્પાના આશીર્વાદ લીધા આ દરમિયાન ફેન્સને કેટરીના નો મેકઅપ લુક જોવા મળ્યો. કેટરિના અને વિકીની માતા બંનેના માથા પર દુપટ્ટો છે.
કેટરીના બાપ્પા સામે હાથ જોડીને અને બંધ આંખો સાથે ઉભી છે જ્યારે વિકીના હાથમાં પૂજા સામગ્રી છે સોશિયલ મીડિયા પર કપલની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે કેટરીનાના લુક અને તેની સાદગીના ખૂબ વખાણ થઈ રહ્યા છે એક યુઝરે લખ્યું છે કે ક્યુટ ફેમિલી ભગવાન તમને બધાનું ભલું કરે.
એક યુઝરે લખ્યું કે કેટરિના માટે આદર કેટરિનાને જોઈને કેટલાક ચાહકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે કેટરિના પ્રેગ્નન્ટ છે એક યુઝરે લખ્યું કે તે ગર્ભવતી છે એક યુઝરે કમેન્ટ કરી ક્યૂટ કપલ ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે એકે ટિપ્પણી કરી અમેઝિંગ કપલ ભગવાન તેમનું ભલું કરે.
Leave a Reply