
કેટરીના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે હિલ સ્ટેશનની છે તે તસવીરોથી સ્પષ્ટ છે કે વિકી અને કેટરિના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હિલ સ્ટેશન પર સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે.
દુનિયા અને મીડિયાની ભીડથી દૂર 9 ડિસેમ્બરે તેમના લગ્નને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે લગ્નની પ્રથમ વર્ષગાંઠ દરેક માટે સૌથી ખાસ હોય છે. તેથી વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને બંનેએ આ ખાસ દિવસ એકબીજા સાથે ઉજવવાનું નક્કી કર્યું છે.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર 3 તસવીરો શેર કરી છે જે હિલ સ્ટેશન વૈભવી મિલકત અને જાણે પૃથ્વી આકાશને મળી રહી હોય તેવા ખૂબ જ સુંદર દૃશ્યો છે આટલી સુંદર જગ્યા પર પહોંચ્યા પછી કેટરિના વધુ સુંદર લાગી રહી છે.
લાલ અને પીળા ફૂલોવાળું સ્વેટર પહેરેલી કેટરીનાનો લુક ખરેખર ખાસ છે. આ તસવીરો શેર કરતાં કેટરીનાએ લખ્યું પહાડોમાં તેણે કેમેરાની તસવીર પણ શેર કરી અને લખ્યું કે પતિ એટલે કે કેટરિનાની આટલી સુંદર તસવીરો બીજા કોઈએ નહીં પણ વિકીએ ક્લિક કરી છે.
Leave a Reply