
દોસ્તો બૉલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના લગ્ન માટે હાલ રાજસ્થાન પહોંચ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરી રહ્યા છે. તેણે આ હોટલ 3 દિવસ એટલે કે 4,5,6 તારીખ માટે બુક કરાવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેના લગ્નમાં 150 વીવીઆઈપી હાજરી આપી રહ્યા છે. તેમના માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી આ હોટેલમાં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેનું એક દિવસનું ભાડું 1.20 કરોડ રૂપિયા અને ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનું એક દિવસનું ભાડું 2 કરોડ રૂપિયા છે.
આ પેલેસમાં કુલ 84 રૂમ, 92 બેડરૂમ, 2 મોટા ગાર્ડન, સ્વિમિંગ પૂલ, જિમ છે. એક કૃત્રિમ તળાવ, વિલા, બે મોટી રેસ્ટોરાં અને અન્ય ઘણી સુવિધાઓ છે.
આ મહેલમાં એક રૂમનું એક દિવસનું ભાડું દોઢ લાખ રૂપિયા છે કેટરિના કૈફ અને વિકી કૌશલ સહિત ઘણા બી-ટાઉન યુગલોએ રાજસ્થાનના આ પેલેસમાં લગ્ન કર્યા.
Leave a Reply