સુશાંત સિંહ રાજપૂત પર કિયારા અડવાણી વાત કરતાં થઈ ભાવુક…

સુશાંત સિંહ પર આ શું બોલી ગઈ કિયારા અડવાળી
સુશાંત સિંહ પર આ શું બોલી ગઈ કિયારા અડવાળી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી સમગ્ર દેશ હચમચી ગયો હતો ઘણા લોકો હજુ પણ આ મૃત્યુના દુખને ભૂલી શક્યા નથી અને તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કિયારાએ પણ સુશાંત વિશે પોતાના દિલની વાત કરી અને ફરી એકવાર સુશાંતના ચાહકોને ભાવુક કરી દીધા તમને જણાવી દઈએ કે સુશાંત અને કિયારાએ M.S ધોની અનટોલ્ડ સ્ટોરી એકસાથે કરી હતી.

કિયારા અડવાણી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે આ દરમિયાન તેણે તેના જૂના મિત્ર અને સહ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યા તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ 2016માં આવેલી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીની એક ઘટનાને યાદ કરતાં અમે ઔરંગાબાદમાં શૂટિંગ શરૂ કર્યું.

અને અમે એક ગીત અને કેટલાક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા મને યાદ છે કે અમે આઠની આસપાસ પેક કર્યું હશે અને બીજા દિવસે સવારે ચાર વાગ્યે અમારી ફ્લાઇટ હતી એટલા માટે અમે વિચાર્યું કે આખી રાત ખેંચીને વાત કરીએ તો જ મેં સુશાંત સાથે સમય વિતાવ્યો અને તેના વિશે જાણ્યું.

અભિનેત્રીએ જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે તેની સફર વિશે જણાવ્યું તેણે કહ્યું કે તેને ધોની કેવી રીતે મળ્યો. તે એન્જિનિયર હતો પ્રીતિ ઝિન્ટાની પાછળ બેકઅપ ડાન્સર પણ બન્યો હતો તેની પાસે હંમેશા મોટા પુસ્તકો હતા જે તે હંમેશા વાંચતા હતા. તે જીવન વિશે લોકો વિશે ખૂબ જ ઉત્સાહિત હતો અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેની વાર્તા સાંભળીને તેણે કહ્યું હતું કે એક દિવસ કોઈ તેના પર બાયોપિક બનાવશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*